આ 5 સ્થેળે નથી ગયા તો મહાબળેશ્વરનો તમારો ટૂર અધૂરો છે

મહાબળેશ્વર ફરવા જાવ છો તો એલીફન્ટ હેડ પોઇન્ટ, કેટસ પોઇન્ટ કે પછી મેપ્રો ગાર્ડન ફરવા તો બધા જતા જ હોય છે.

પણ મહાબળેશ્વરમાં એવા કેટલાય સુંદર સ્થળો છે જેની લોકોને ખબર જ નથી એટલે લોકો ત્યાં જતાજ નથી. આજે આવા સ્થળો વિશે તમને કહીશ .

1. તપોલા: મહાબળેશ્વરથી તપોલા 30 કિલોમીટર દૂર છે જેના વિશે ખુબ જ ઓછા લોકોને ખબર છે.

તપોલાને મીની કાશ્મીર પણ કહે છે. અહીં ગયા પછી બોટ રાઈડ કરવાનું ભૂલતા નહિ.

2. પ્રતાપગઢ ફોર્ટ: સમયના અભાવે શિવાજીએ નિર્માણ કરેલ પ્રતાપગઢ ફોર્ટ પર લોકો જવાનું ભૂલી જાય છે.

મહાબળેશ્વર થી 40 કિલોમીટર દૂર પ્રતાપગઢ કિલ્લા પર તમને ઇતિહાસ અને કુદરતી સૌંદર્યની ઝાંખી થશે.

3. શિવકાલીન ખેડેગાંવ: પ્રતાપગઢ કિલ્લાથી મહાબળેશ્વર આવતા રસ્તામાં શિવકાલીન ખેડેગાંવ આવે છે ત્યાં જવાનું બિલકુલ ભૂલવું ન જોઈએ.

આજથી 400 વર્ષ પહેલાનું લોક જીવન કેવું હતું તે આ શિવકાલીન ખેડેગાંવમાં બતાવાયું છે. આ વિશાલ જગ્યા માં તમને ખુબ મઝા પડશે.

4. કીન્ગ્સબેરી: મહાબળેશ્વર થી 15 કિલોમીટર દૂર ભિલાર ગામમાં કીન્ગ્સબેરી કરીને થીમ પાર્ક બનાવેલ છે જેમાં તમને અને બાળકોને ખુબ જ મઝા આવશે. અહીં જંગલ સફારી પણ બનાવેલ છે.

5. લિંગમાલા વોટરફોલ: મહાબળેશ્વર થી ફક્ત 6 કિલોમીટર દૂર લિંગમાલા વોટરફોલ આવેલ છે જે કુદરતી સૌંદર્ય થી ભરપૂર છે. ચોમાસામાં અહીં જવું જ જોઈએ.