આ સ્થળે માતા નદીની અંદર એક ગુફામાં બિરાજમાન છે, જાણો કેવી રીતે પહોંચવું
ભૈંસકાતરીનું માયાદેવી મંદિર સુંદર પર્વતો અને પૂર્ણા નદીની વચ્ચે આવેલું છે.
આ મંદિર તેના અનોખા સ્વરૂપ માટે પ્રખ્યાત છે, કારણ કે માતાની મૂર્તિ ખીણમાં નદી કિનારે ગુફામાં સ્થિત છે.
આ જગ્યાને વરસાદની ઋતુ, પર્વતો પર વાદળો અને ધોધનો અવાજ વાતાવરણને વધુ દિવ્ય બનાવે છે.
જ્યારે ભારે વરસાદ પડે છે, ત્યારે ગુફા પાણીમાં ઢંકાઈ જાય છે અને માતાના દર્શન શક્ય નથી.
વરસાદ પછીનો સમય ગુફામાં પ્રવેશવા અને માતાના દર્શન માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે.
સુરતથી માયાદેવી મંદિરનું અંતર લગભગ 90 કિમી છે અને વ્યારાથી માત્ર 30 કિમી દૂર છે.
અહીં પહોંચવા માટે, પલસાણા-સોનગઢ હાઇવે થઈને વ્યારા પહોંચ્યા બાદ અંબાપાણી ગામમાંથી પસાર થવું પડે છે.
મંદિર સંકુલમાં બગીચાઓ, ખાણીપીણીના સ્ટોલ અને નજીકમાં આવેલ રામેશ્વર મહાદેવ મંદિર મુલાકાતીઓને આકર્ષે છે.
પૂર્ણા નદી પર બનેલો ડેમ નાના ધોધનો અદ્ભુત દૃશ્ય રજૂ કરે છે.
પ્રવેશ ટિકિટ ફક્ત 10 રૂપિયા છે, અને રહેવા માટે રૂમ પણ ઉપલબ્ધ છે.
આધ્યાત્મિક શાંતિ અને કુદરતી સૌંદર્યનો સંગમ છે માયાદેવી મંદિર જે પિકનિક અને દૈવી દર્શન બંને માટે એક ઉત્તમ સ્થળ છે.
સંપૂર્ણ માહિતી અહીં છે