ગોવા - ભારતનું સૌથી નાનું પણ સૌથી વધુ મુલાકાત લેવાયેલું રાજ્ય છે. આખા ભારતમાંથી અહીં લોકો હજારોની સંખ્યામાં ફરવા આવે છે.

સફેદ રેતીના દરિયાકિનારા, રંગબેરંગી નાઇટલાઇફ, ઐતિહાસિક ચર્ચ, વોટરફોલ્સ અને મંદિરો - ગોવાની ઓળખ છે.

અંજુના બીચ - શાંતિ અને પહાડી દૃશ્યનું સંપૂર્ણ મિશ્રણ છે. અહીંયા દરેક લોકોએ આવવું જોઈએ.

અગુઆડા કિલ્લો - 400 વર્ષ જૂનો પોર્ટુગીઝ કિલ્લો અને દીવાદાંડીનો નજારો. ખુબ જ મોટો એન્ડ સુંદર ફોર્ટ છે.

સે કેથેડ્રલ અને બોમ જીસસ બેસિલિકા - ગોવાનો ધાર્મિક અને સાંસ્કૃતિક વારસો. વર્ષો જૂનું ચર્ચ અને સૈન્ટના અવશેષો સંભાળીને રાખ્યા છે.

દૂધસાગર ધોધ - ધોધનો જાદુ, જેમાં સ્નાન કરવાની એક અલગ જ મજા છે. દૂધસાગર ધોધ નથી ગયા તો ગોઆ ની તમારી યાત્રા અધૂરી છે.

મંગેશી મંદિર - પર્વતો અને પ્રકૃતિ વચ્ચે ભગવાન શિવનું સુંદર મંદિર જ્યાં જરૂર જવા છે.

બાગા અને કેલાંગુટ બીચ - સૂર્ય, સમુદ્ર અને જળ રમતોનો મનોરંજક અનુભવ. અહીં વોટર એકટીવીટી પણ કરી શકો છો.

બોટ સવારી અને કેસિનો - ગોવાના નાઇટલાઇફનો અનોખો રોમાંચ. એકવાર કેસિનો લાઈફ કેવી હોય તે જોવા જવું જ જોઈએ.

4N/5D માં ગોવાની સફર - સાહસ, બીચ અને યાદગાર અનુભવોનાં પેકેજ માટે 4 થી 5 દિવસ ગોઆ માં વિતાવવા જરૂરી છે.